POK પરના હૂમલા બાદ રીટાયર્ડ ACP કૌશિક પંડ્યાએ પોલીસને સહકાર આપી શાંતિ જાળવવા કરી અપીલ

Update: 2019-02-26 11:43 GMT

ભારત તરફ થી પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર પર કરાયેલ એર સ્ટ્રાઇક બાદ પોલીસ પ્રશાસનની મહત્વની ભૂમિકા છે. હૂમલાબાદ સમગ્ર દેશ ખુશી મનાવી રહ્યું છે ત્યારે તેવા સંજોગોમાં આમ નાગરીકો ખોટી અફવાઓથી દુર રહે અને ખોટી અફવાઓથી કોઇ અરાજકતા ન સર્જાય તે જોવાની જવાબદારી પણ વિશેષ રૂપથી પોલીસ તંત્રની બની છે.

ત્યારે ભારત દેશે કરેલા POKપર હૂમલા અંગે કનેકટ ગુજરાતે ગુજરાતના રીટાયર્ડ એ.સી.પી કૌશિક પંડ્યાની લિધેલ મુલાકાતમાં તેમણે જણાવ્યું કે, ભારતે કરેલા POK હૂમલાના અનુસંધાને જુદાજુદા વિસ્તારોમાં, સ્થાનિક વિસ્તારોમાં જેમ કે ભરૂચ જિલ્લો,વડોદરા જિલ્લો છે તે દરેક લેવલે સ્થાનિક પોલીસની ખાસ સતર્કતા રાખવાની જરૂર છે. ખાસ કરીને કોઇ લેભાગુ તત્વો કોઇ અફવા ફેલાવે અને પ્રજામાં અંદર-અંદર કોઇ ઝઘડા ઉત્પન્ન કરાવે તેવી કોઇ પરિસ્થીનું નિર્માણ કરે તેના માટે પણ ખાસ સતર્કતાની જરૂર છે.સાથે સાથે કોઇ પણ સ્થાનિક જગ્યાએ કોઇ પણ જાહેર જનતાને શંકાસ્પદ વસ્તુ નજરે પડે તો તાત્કાલિક પોલીસને આની જાણ કરવી જોઇએ તેમજ સ્થાનિક લેવલે કોઇવાઇટલ ઇંસ્ટોલેશન હોઇ કે જે સેન્સેટીવ પોઇન્ટો છે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્તની જરૂર છે. જે દરેક પોલીસ કરતી જ હોય છે. વધુમાં તેમણે પોલીસને સહકાર આપી શાંતિ જાળવવા અપીલ પણ કરી હતી.

Similar News