દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020નું કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન શરૂ

Update: 2020-02-08 04:49 GMT

દિલ્હી વિધાનસભા ચૂંટણી-2020 માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. કુલ 70 બેઠક માટે 672 ઉમેદવાર મેદાનમાં છે.

CAA વિરોધી પ્રદર્શનનું કેન્દ્ર બનેલું શાહીન બાગ એટલે કે ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં પાંચ પોલિંગ બૂથ છે. અહીં સુરક્ષા વ્યવસ્થાની વિશેષ તૈયારી કરવામાં આવી છે. મતદાન માટે કુલ 13,751 પોલિંગ બૂથ તૈયાર કરવામાં આવ્યા છે, 40 હજાર સુરક્ષાકર્મી ફરજ પર ગોઠવવામાં આવ્યા.દિલ્હીમાં અંદાજે 1.47 કરોડ મતદાતા, જે પૈકી 81 લાખથી વધુ પુરુષ અને અંદાજે 66 લાખ મહિલા છે.

અગાઉ 2015માં દિલ્હી વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આમ આદમી પાર્ટીએ 70 પૈકી 67 બેઠક પર જીત મેળવી હતી. ભાજપને ફક્ત 3 બેઠક જ મળી હતી. અને 15 વર્ષ દિલ્હીની સત્તા પર રહેલી કોંગ્રેસને એકપણ સીટ મળી ન હતી .આ વખતે પણ બરાબરીનો જંગ ભાજપ અને AAP વચ્ચે દેખાય રહ્યો

Tags:    

Similar News