પ્રાંતિજ: કતપુર ટોલનાકા ઉપર સ્થાનિકોની કાર રોકવામાં આવતા ગ્રામજનોનો હોબાળો

Update: 2020-01-15 12:32 GMT

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કતપુર ટોલનાકા ખાતે

કતપુર ગામની કાર રોકતા ગ્રામજનોએ હોબાળો કરી વીઆઇપી ગેટ આગળ બે કાર આડી મુકી વિરોધ

કર્યો હતો.

પ્રાંતિજના કતપુર ટોલનાકા પાસે આવેલ કતપુર ગામની બે

કારોને કતપુર ટોલનાકા ઉપર રોકવામાં આવતા હોબાળો મચાયો હતો. તો બંન્નેવ કાર ચાલકોએ

વીઆઇપી ગેટ આગળ કાર આડી કરી દીધી હતી.

ગામના લોકોનો વિરોધ એ છે કે અમે ૫૦૦ મીટરના છીએ છતાં

પણ અમને જવા દેવામાં આવતાં નથી અને તાજપુર સીતવાડા બોરીયા બોભાની ગાડીઓને

જવાદેવામાં આવે છે. તો અમે શું ગુનો કર્યો છે અને અમારા તો ખેતરો પણ ટોલ બુથને

અડીને આવેલા છે તો આ વાત ગામમાં પોહચી જતાં ગામના લોકો પણ દોડી આવ્યા હતાં.લોકો

દોડી આવતા ટોળાનો રોષ જોઇને ટોલ મેનેજર પોતાની ઓફિસમાં દોડી જઇને અંદર થી દરવાજો

બધ કરી લીધો હતો. ઘટનાની પ્રાંતિજ પોલીસને જાણ થતાં જ પ્રાંતિજ પોલીસ ટોલટેક્સ ઉપર

દોડી આવી હતી અને સમજાવટ બાદ આખરે મામલો થાળે પડયો હતો. ગામડાવાળા ઓને બે દિવસ

સુધી જવા દેવાનું કહેતા હાલતો મામલો થાળે પડયો હતો. પણ આવનાર દિવસોમાં ટોલટેક્સ

ઉપર મોટો હોબાળો હલ્લાબોલ થાય તો નવાઈ નહીં.

Tags:    

Similar News