રાજકોટઃ પ્રૌઢનો કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે કરી અટકાયત

Update: 2018-09-19 11:19 GMT

પ્લોટના પૈસા ભરી દીધા હોવા છતાં સરકાર દ્વારા પ્લોટ નહીં ફાળવાતાં આત્મ વિલોપન કરવા પહોંચ્યા

રાજકોટની કલેક્ટર કચેરીમાં આજે પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પ્રૌઢ જ્વલનશીલ પ્રવાહી ભરેલું ડબલું લઇને કલેક્ટર કચેરી કેમ્પસમાં આવ્યા હતા. આ જ્વલનશીલ પ્રવાહી પોતાના શરીરે છાંટે તે પહેલાં જ પોલીસે તેને પકડી લીધા હતા અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

રાજકોટના વાસંદા સમાજના 200 પરિવારમાંથી કેટલાક પરિવારએ પ્લોટના પૈસા ભરી દીધા હોવા છતાં સરકાર દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા નથી. અધિકારીઓ દ્વારા પ્લોટની માપણી પણ થઇ નથી. પ્લોટની માગણીને લઇને આજે કલેક્ટર કચેરીમાં વાસંદા સમાજના બાબુભાઇ નામના પ્રૌઢે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલીસ કલેક્ટર કચેરીએ આવેલા પરિવારોના લોકો અને બાબુભાઇની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

Similar News