રાજકોટ : હવે ઇલેકટ્રોનિકસની દુકાનોમાં પણ વેચાઇ રહયાં છે હેલમેટ

Update: 2019-12-02 11:57 GMT

રાજયમાં ટ્રાફિકના નવા નિયમો અમલમાં આવ્યાં બાદ

હેલમેટના ધંધામાં તેજીનો તોખાર જોવા મળી રહયો છે. ઇલેકટ્રીક આઇટમોનું વેચાણ કરનારા

વેપારીઓ પણ હવે હેલમેટ વેચી રહયાં છે પણ તેઓ શહેરી વિસ્તારોમાં હેલમેટ ફરજિયાત ન

હોવો જોઇએ તે વાતને સમર્થન આપી રહયાં છે. 

જે વ્યક્તિને દ્રશ્યોમાં જોઈ રહ્યા છો આ વ્યક્તિનું નામ છે અશોકભાઈ. તેઓ ૨૮ વર્ષથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમનો વેપાર કરી રહ્યા છે. ઓનલાઇન વેપારના કારણે તેની સીધી અસર તેમના ધંધા પર પડી છે. તાજેતરમાં જ સરકાર દ્વારા હેલ્મેટ નો કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે. ત્યારે એક વેપારી તરીકે તેમને પણ થયું કે હેલ્મેટનું વેચાણ કરવું ફાયદેમંદ રહેશે અને તેઓ બે મહિનાથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સની સાથે હેલ્મેટનું વેચાણ પણ કરી રહ્યા છે. કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં અશોકભાઈ એ જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં તેમના દુકાનમાંથી જેટલી ઇલેક્ટ્રોનિક આઈટમ નથી વેચાઇ તેનાથી વધારે માત્રામાં હેલ્મેટ નું વેચાણ થયું છે. જેથી તેમને આર્થિક ફાયદો પણ પહોંચ્યો છે. કોંગ્રેસે શરૂ કરેલ હેલ્મેટ વિરોધી કાયદાના અભિયાનમાં ખુદ અશોકભાઈ પણ જોડાયા છે. તેઓ ખુદ માની રહ્યા છે કે હેલ્મેટ નો કાયદો શહેરી વિસ્તારમાં જરૂરી નથી.

Similar News