રાજકોટ: મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ બે ઘોડા બાખડમ બાખડી, જુઓ ગ્રાઉંડમાં શું થયું..!

Update: 2020-01-18 07:29 GMT

રાજકોટમાં યોજાઇ રહેલા 71માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યકક્ષાની ઉજવણીની શરૂઆત પોપટપરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉંડમાં સીએમ રૂપાણીની હાજરીમાં અશ્વ શોથી કરવામાં આવી હતી. જો કે કાર્યક્રમ દરમિયાન બે ઘોડા તોફાને ચઢતા પોલીસ કર્મીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આ વર્ષે રાજકોટમાં કરવામાં આવી રહી છે. ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં આજથી જુદા-જુદા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમો આગામી 26મી જાન્યુઆરી સુધી ચાલશે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અશ્વ શો થી કરવામાં આવી હતી. રાજકોટના પોપટ પરા વિસ્તારમાં આવેલ માઉન્ટેન પોલીસ વિભાગના ગ્રાઉન્ડમાં આ અશ્વ શો યોજવામાં આવ્યો હતો.

અશ્વ શોમાં અચાનક બે ઘોડા તોફાને ચઢ્યા હતા. એક ઘોડાની લગામમાં બીજા ઘોડાનો પગ આવી જતાં બંને ઘોડા બાખડી પડ્યા હતા. તોફાને ચઢેલા ઘોડાઓને કારણે ગ્રાઉંડમાં ઉભેલા પોલીસ કર્મીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. અશ્વ શોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. અશ્વ શોમાં કુલ ૭૯ ઘોડે સવારોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં બેરોલ રેસ, મટકીફોડ, ગરોલેવા જેવા કરતબો ઘોડેસવારો દ્વારા બતાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર, ગ્રામ્ય પોલીસ અને કાઠિયાવાડી હોર્સ બ્રિડર્સ એસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

Similar News