રાજકોટ: એક જ અઠવાડિયામાં જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ મળવાના બે કેસ નોંધાયા

Update: 2020-01-19 15:40 GMT

અમદાવાદની સાબરમતી જેલમાં ખંડણીના પ્રકરણ બાદ રાજકોટની જિલ્લા જેલમાં પણ સુરક્ષામાં છીડા જોવા મળ્યા છે.માત્ર એક જ અઠવાડિયામાં જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ મળવાના બે કેસ નોંધાયા છે. ફરી જેલમાંથી તંબાકુની ૧૨ પડીકીઓ, મોબાઈલ ચાર્જર તેમજ મોબાઈલ મળી આવ્યા હતા.

આજ અઠવાડિયામાં

અગાઉ પણ મોબાઈલ મળવાની ઘટના સામે આવી હતી.આ ઉપરાંત થોડા દિવસ અગાઉ દડામાં તમાકુ નાંખી

જેલમાં ઘૂસાડવાનું કારસ્તાન સામે આવ્યું હતું. ત્યારે રાજકોટની જેલમાં વારંવાર

પ્રતિબંધિત વસ્તુઓ મળતા જેલની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. આ અંગે હાલ

પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલગ-અલગ પુરાવાઓ એકત્રિત કરી

પોલીસ તપાસ કરી રહી છે.

જોકે પોલીસને

આશંકા છે કે બહારથી કોઈ દિવાલ કુદીને અંદર વસ્તુ પહોંચાડતા હોય શકે છે.આ અંગે

જેલની આસપાસ પેટ્રોલિંગ પણ વધારવાની વાત પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત

જેલના ટાવર ઉપરથી પેટ્રોલિંગ કરી રહેલા પોલીસ જવાનોને પણ એલર્ટ કરવામાં આવશે તેમ

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

Similar News