રાજકોટ : રાજકમલ ફર્નિચરના શો રૂમમાં લાગી ભયાનક આગ, પાર્ક કરેલા વાહનો પણ બળીને ખાખ થયા

આનંદ ચોક વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે 5 થી 6 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યાં હતા.

Update: 2023-06-22 07:57 GMT

શહેરના આનંદ ચોક વિસ્તારમાં ભીષણ આગ લાગતા નાશભાગ મચી ગઇ હતી. આગ એટલી ભીષણ હતી કે 5 થી 6 કિલોમીટર સુધી આગના ધુમાડા જોવા મળી રહ્યાં હતા. આગના કારણે પાર્કિગમાં રાખેલા વાહનો પણ ભસ્મિભૂત થઇ ગયા હતા. સદભાગ્યે કોઇ જાનહાનિના ન થતા લોકોએ રાહત નો શ્વાસ લીશો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને ઓલવવા માટેની કવાયત હાથ ધરી હતી. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. રાજકોટનો બહુ જુનો ઇન્ડ્સ્ટ્રિયલ વિસ્તાર છે જ્યા આગ લાગી છે. આગની જાણ થતા સ્થાનિક કોર્પોરેટર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. સદભાગ્યે આગમાં કોઇ જાનહાનિ નથી થઇ પરંતુ માલનું મોટાપાયે નુકસાન થયાનો અનુમાન છે. જે મુજબ ફર્નિચરના ગોડાઉનમાં સોફા બનાવવા વપરાતું લેધર ફેબ્રિક સહિતની ફર્નિચર માટે બનાવવા માટે વપરાતું મટિરિયલ હતું, આગના કારણે ગોડાઉનનો બધો જ માલ બળીને ખાક થઇ જતાં લાખોના નુકસાનનો અનુમાન છે. 

Tags:    

Similar News