રાજકોટ : રૂ. 1.70 લાખના મુદ્દામાલ સાથે જેતપુર તાલુકા પોલીસે 2 કિશોર સહિત 5 શખ્સોની ધરપકડ કરી...

Update: 2023-05-22 10:22 GMT

રાજકોટ જિલ્લાના જેતપુરમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલી રાજકોટ રૂરલ LCB પોલીસે કાયદાના સંઘર્ષમાં આવતા 2 કિશોર સહિત 5 શખ્સોને રૂ. 1.70 લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના થાણા-ગાલોળ અને ચારણસમઢીયાળા ગામની સિમ વાડીમાંથી કેબલ વાયરની થોડા દિવસ પહેલા ચોરી થઈ હતી. રાત્રીના સમયમાં તસ્કરો 2,400 ફૂટ કેબલ વાયર ચોરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે વાડી માલિકે પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે રાજકોટ રૂરલ LCB પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમીના આધારે અમરનગર ગામ નજીક વોચ ગોઠવી કાયદાના સંઘર્ષ માં આવતા 2 કિશોરો સહિત 5 શખ્સોને 76 કિલોગ્રામ કોપર વાયર જેની કિંમત 60,800, 3 મોટર સાયકલ 1,10,000 તેમજ 3 મોબાઈલ 5,500 અને 910 રોકડ રકમ સાથે કુલ 1,77,210 રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ ત્રણેય આરોપી રીઢા ગુનેગાર છે, એટલું જ નહીં, અગાઉ પણ અનેક ગુન્હામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, ત્યારે હાલ તો જેતપુર તાલુકા પોલીસે 2 કિશોર સહિત 5 શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News