રાજકોટ : શનિવારે સવારથી વરસાદની અવિરત સવારી, 5 ઇંચથી વધુ વરસાદથી જળબંબાકાર

રવિવારે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સાંજ સુધીમાં અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયાં હતાં

Update: 2021-07-24 15:59 GMT

રવિવારે સવારથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. સાંજ સુધીમાં અવિરત વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયાં હતાં અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રીથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત સાંપડી હતી.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. ત્યારે રાજકોટમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં મોરબી હાઇવે, યુનિવર્સિટી રોડ, આકાશવાણી ચોક, ઈન્દિરા સર્કલ અને રૈયા રોડ સહિતના વિસ્તારોમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગોંડલ પંથકમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યાં 4 કલાકમાં જ 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયાં હતાં. જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. રાજકોટમાં વરસેલા વરસાદના આંકડાઓ પર નજર નાંખવામાં આવે તો રાજકોટ શહેરમાં 2 ઇંચ, રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 1.92 ઇંચ, વેસ્ટ ઝોનમાં 1.56 ઇંચ અને ઇસ્ટ ઝોનમાં 2.08 ઇંચ વરસાદ વરસ્યો છે. ગોંડલ તાલુકામાં 5 ઇંચ, કોટડા સાંગાણી 2 ઇંચ અને લોધિકામાં 2 ઇંચ વરસાદ વરસી ચુકયો છે. ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

Tags:    

Similar News