ઘઉંમાં આ પાન મૂકવાથી ક્યારેય ભેજ અને ધનેડા નહીં પડે.... ઘઉં રહેશે એકદમ ચોખ્ખા

લીમડાના પાન સામાન્ય રીતે કિટનાશકના રૂપમાં કામ કરે છે. એવામાં તમે જ્યારે પણ ઘઉં સાફ કરીને મૂકો ત્યારે એમાં થોડા થોડા અંતરે લીમડાના પાન મૂકી દો.

Update: 2023-07-25 07:56 GMT

આજકાલ દુકાનમાં ભલે અલગ અલગ બ્રાંડના લોટ મળતા હોય, પરંતુ અનેક લોકો ઘઉંને સ્ટોર કરીને પછી ઘંટીમાં દળાવતા હોય છે. અનેક લોકો પેકેટનો લોટ વાપરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ લોટમાં મેંદો મિક્સ હોય શકે છે. જે સ્વાસ્થ્યને અનેક રીતે નુકશાન પહોચાડી શકે છે. સામાન્ય રીતે ભેજ વાળા વાતાવરણમાં ઘઉંથી લઈને બીજું અનાજ જલ્દી બગડી જાય છે. પરંતુ તમે આ રીતે સ્ટોર કરશો તો ઘઉં એક વર્ષથી પણ વધારે સમય સુધી મસ્ત રહેશે અને ક્યારે ઘનેડા પડઢે નહીં.

સૌથી પહેલા આ કામ કરો....

ઘઉંને સ્ટોર કરવા માટે સૌથી પહેલા તમે સારી રીતે સાફ કરી લો. પછી બે થી ચાર દિવસ તડકામાં સુકવો. હવે આ ઘઉં બરાબર સુકાઈ જાય એટલે એક ડબ્બામાં ભરી લો. ખાસ ધ્યાન એ રાખો કે કીડા ગંદકીને કારણે વધારે થાય છે. આ માટે લાંબા સમય સુધી ઘઉંને સારા રાખવા માટે સ્વ્ચ્છતાં હોવી ખૂબ જ જરૂરી છે. ઘઉંને ક્યારે પણ ઠંડક વાળી જગ્યામાં મુકશો નહીં.

n નેશરલ દવા લીમડાના પાન મૂકો....

લીમડાના પાન સામાન્ય રીતે કિટનાશકના રૂપમાં કામ કરે છે. એવામાં તમે જ્યારે પણ ઘઉં સાફ કરીને મૂકો ત્યારે એમાં થોડા થોડા અંતરે લીમડાના પાન મૂકી દો. લીમડાના પાન મૂકવાથી ધનેડા નહીં પડે. તમે ભ્હેજ વાળા વાતાવરણમાં રહેશો તો પણ ઘઉંમાં કયારે જીવાત નહીં પડે.

n લસણ મૂકો

ફોતરાં કાઢ્યા વગરનું લસણ પણ તમે મૂકી શકો છો. ફોતરાં કાઢ્યા વગરની કળી ઘઉંમાં મૂકો. લસણની આસપાસ પણ ક્યાય ધનેડા તમને જોવા નહીં મળે. ખાસ ધ્યાન એ રાખો કે લસણ તમારે ફોલિને મૂકવાનું નથી. આમ કરવાથી ભેજ પણ આવશે અને લસણની વાસ પણ આવશે. આ માટે ફોલયા વગરની લસણની કળી મૂકવાનો આગ્રહ રાખો.

n માચિસ મુકી દો

પહેલાંના સમયમાં લોકો જ્યારે પણ કોઇ અનાજ સ્ટોર કરતા હતા ત્યારે એમાં માચીસ મુકતા હતા. માચીસના આગળના ભાગમાં સલ્ફર હોય છે જે કીડા અને ધનેડાંને પસંદ હોતુ નથી. જેના કારણે માચિસ તમે મુકી દો છો તો ક્યારે પણ ધનેડાં તેમજ બીજી જીવાત થશે નહીં.

Tags:    

Similar News