નાસ્તામાં ઝડપી અને સરળતાથી તૈયાર કરો પાલક-મકાઈની સેન્ડવિચ,જાણો તેની બનાવવાની રીત.

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયત્ન કરતાં હોય છે જેમ કે ચાલવું, જોગિંગ કરવું, હેલ્ધી ખોરાક ખાવો,

Update: 2022-11-18 07:15 GMT

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લોકો સ્વસ્થ રહેવા માટે અનેક પ્રયત્ન કરતાં હોય છે જેમ કે ચાલવું, જોગિંગ કરવું, હેલ્ધી ખોરાક ખાવો, અને બ્રેડ બ્રેડમાં પણ સેન્ડવીચ, બ્રાઉન બ્રેડ બ્રેડ બટર પરતું તેમાં પણ પાલક મકાઇની સેન્ડવિચ જે સરળતાથી ,ટેસ્ટી અને ઝડપતિ તૈયાર થઈ જાય છે.

પાલક-મકાઈની સેન્ડવિચની સામગ્રી :-

15-20 પાલકના પાન, 8 બ્રેડના ટુકડા, 1 કપ પનીર, 1 ડુંગળી અને 2 લીલાં મરચાં, 1 કપ મકાઈ, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 2 ચમચી લસણની પેસ્ટ, તળવા માટે ઘી, સ્વાદ અનુસાર મીઠું

પાલક-મકાઈની સેન્ડવિચ બનાવવાની રીત :-

સૌ પ્રથમ 1 કપ મકાઈને બાફી લો.પાલકના પાનને ગરમ પાણીમાં ઉકાળો.જ્યારે તે ઠંડુ થાય ત્યારે લીલા મરચાને બારીક સમારીને તેમાં ઉમેરો. ડુંગળી લસણને નાના ટુકડામાં કાપો અને તેને ફ્રાય કરો.ત્યાર બાદ બાફેલી મકાઈમાં મીઠું અને કાળા મરીનો પાવડર ઉમેરો. હવે પાલક, મેશ કરેલું પનીર, લસણ-ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું મિક્સ કરો. બ્રેડની સ્લાઈસ પર ઘી લગાવો, હવે તેના પર તૈયાર મિશ્રણ ફેલાવો. હવે સેન્ડવીચને બીજી બ્રેડની સ્લાઈસ વડે ઢાંકી દો, તેને ગ્રીડલ પર બેક કરો. બેક કર્યા પછી, તેને ત્રિકોણ આકારમાં કાપો, તેને ચટણી સાથે સર્વ કરી શકાય છે. આ રીતે તૈયાર છે પાલક મકાઇની સેન્ડવીચ...

Tags:    

Similar News