સરકાર દ્વારા કલમ ૩૭૦ નાબુદ કરાતા સ્ટેચ્યુ ઓફ યુનિટિ નિહાળતા પ્રવાસીઓમાં ખુશહાલી

Update: 2019-08-06 14:16 GMT

હાલ જમ્મુકાશ્મીર માં 370 કલમ નાબૂદ કરવામાં આવી છે. જેનું દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ કલમ દૂર કરવાનું સપનું સરદાર પટેલ નું પણ હતું. અને એક ભારત શ્રેષ્ઠ ભારત બનવું જોઈએ એમ એમને પણ એક મુહિમ ચલાવી હતી. ત્યારે નર્મદા ખાતે દુનિયા ની સૌથી ઉંચી પ્રતિમા સરદાર પટેલની બનાવવા માં આવી છે.

જ્યાં રોજ ના 10 હજાર થી વધુ પ્રવાસીઓ આવે છે. સરદાર પટેલનું સપનું સાકાર થયું એ માટે પ્રવાસીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. પ્રવાસીઓનું કહેવું છે કે આ મોટો ઐતિહાસિક ફેંસલો છે. જેની આખો દેશ વર્ષોથી રાહ જોતા હતા. આ સાથે નિર્ણય આવનારી પેઢી માટે ખૂબ મહત્વનો હોવાની પણ વાત કરી ખુશી વ્યક્ત કરી હતી.

 

Tags:    

Similar News