AUS W vs SA W T20 : આજે મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ..!

મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે.

Update: 2023-02-26 08:38 GMT

મહિલા ટી20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં યજમાન દક્ષિણ આફ્રિકાનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. ઓસ્ટ્રેલિયાની ટીમ સતત ત્રીજી વખત આ ટૂર્નામેન્ટ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયાએ પાંચ વખત મહિલા ટી20 વર્લ્ડ કપ જીત્યો છે અને તે છઠ્ઠી વખત ટાઈટલ જીતવા ઈચ્છશે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત ફાઇનલ રમી રહી છે અને ચાહકોને તેમના હોમ ગ્રાઉન્ડ પર વર્લ્ડ કપ જીતીને ઉજવણી કરવાની તક આપવાનો પ્રયાસ કરશે.

મહિલા ક્રિકેટમાં હંમેશા ઓસ્ટ્રેલિયન ટીમનો દબદબો રહ્યો છે. દક્ષિણ આફ્રિકાની ટીમ આ ટૂર્નામેન્ટમાં ઇતિહાસ રચવાના ઇરાદા સાથે રમી છે. બંને ટીમ શાનદાર લયમાં છે. આવી સ્થિતિમાં ફાઇનલ મેચમાં નજીકનો મુકાબલો થશે તે નિશ્ચિત છે.

Tags:    

Similar News