મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન, સાઉથ આફ્રિકાને 19 રને હરાવ્યું

Update: 2023-02-26 16:32 GMT

પહેલેથી જ મહિલા ક્રિકેટ પર પ્રભુત્વ જમાવી ચૂકેલી મેગ લેનિંગની કેપ્ટન્સી હેઠળની ઓસ્ટ્રેલિયાની ટીમે તેનો વિજયી સિલસિલો જાળવી રાખતાં છઠ્ઠી વખત વિમેન્સ ટી-20 વર્લ્ડ કપનું ટાઈટલ જીત્યું હતુ. કેપટાઉનમાં રમાયેલી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ યજમાન સાઉથ આફ્રિકાને તેના હજારો ચાહકોની સામે 19 રનથી હરાવીને તેમને પહેલી વખત વર્લ્ડ ચેમ્પિયન બનતા અટકાવ્યા હતા.

સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં પહેલા ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટના નુકશાન પર 156 રન બનાવ્યાં હતા. ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓપનર બેથ મૂનીએ તોફાની ઈનિંગ કરીને 53 બોલમાં અણનમ 74 રન બનાવ્યાં હતા જેમાં 9 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો. જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 6 વિકેટમાં 137 રન બનાવી શકી હતી આ રીતે 19 રને તેનો પરાજય થયો હતો.

ઓસ્ટ્રેલિયાએ આ છઠ્ઠી વાર ટી20 વર્લ્ડ કપ જીત્યો છે. ટી20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને હવે હરાવવું અશક્ય છે.

Tags:    

Similar News