T20 વર્લ્ડ કપ પહેલા જ રાશિદ ખાને છોડી અફઘાનિસ્તાનની કેપ્ટનશીપ, જાણો શું છે કારણ

Update: 2021-09-10 09:19 GMT

કેપ્ટનના પદ પરથી રાજીનામું આપતા રાશિદ ખાને કહ્યું કે, આગામી ટી-20 વિશ્વ કપ માટે રાષ્ટ્રીય ટીમને અંતિમ રૂપ આપતા પહેલાં તેમનું મંતવ્ય માંગવામાં નહોતુ આવ્યું. હાલમાં અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી હતી અને રાશિદ ખાનને કેપ્ટન બનાવ્યો હતો. અનુભવી વિકેટ કીપર મોહમ્મદ શહજાદને આવતા મહિને શરૂ થતી મોટી ઈવેન્ટ માટે 15 ખેલાડીઓની ટીમમાં સામેલ કરાયો છે.

22 વર્ષીય સ્પિનરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર જાહેર કરેલી એક પોસ્ટમાં કહ્યું, કેપ્ટન અને દેશ માટે જવાબદાર વ્યક્તિના રૂપમાં હું ટીમની પસંદગીનો ભાગ બનવાનો અધિકાર સુરક્ષિત રાખુ છું. પસંદગી સમિતિ અને એસીબીએ આ ટીમ માટે સહમતિ લીધી નથી જેની જાહેરાત એસીબી મીડિયાએ કરી છે. હું અફઘાનિસ્તાન ટી-20 ટીમના કેપ્ટન તરીકે હટવાનો નિર્ણય તાત્કાલિક લઈ રહ્યો છુ. હું અફઘાનિસ્તાન દેશ તરફથી રમ્યો એ મારા માટે હંમેશા ગૌરવપૂર્ણ રહેશે.

Tags:    

Similar News