ભાવનગર : ગુજરાતની મેન્સ નેટબોલ ટીમનો સેમિ ફાઇનલમાં પ્રવેશ, તેલંગાણા સામે ગુજરાતની ટીમ ટકરાશે...

૩૬મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, ત્યારે પુલ-એ અને પુલ-બીની આઠ ટીમો સામસામે ટકરાઈ હતી.

Update: 2022-09-29 09:49 GMT

૩૬મી નેશનલ ગેમ્સ નેટબોલ ટુર્નામેન્ટનો ભાવનગરમાં ૨૬ સપ્ટેમ્બરથી પ્રારંભ થયો છે, ત્યારે પુલ-એ અને પુલ-બીની આઠ ટીમો સામસામે ટકરાઈ હતી. જેમાં ગુજરાતની નેટ બોલની ટીમે સળંગ બે મેચ જીતીને સેમી ફાઇનલમાં તેનો પ્રવેશ નિશ્ચિત કરી લીધો છે.

ગુજરાતની ટીમ તા. ૨૬ સપ્ટેમ્બરના હરિયાણા સામેની મેચ ખૂબ જ નજીકના અંતરથી હારી હતી. પરંતુ તા. ૨૭ના રોજ મધ્યપ્રદેશ સામે તેમજ તા. ૨૮ના રોજ પંજાબ સામે ખૂબ જ સારું પ્રદર્શન કરીને જીત મેળવી હતી. આમ, પોઇન્ટ ટેબલમાં પુલ-એ વિભાગમાં હરિયાણા અને ગુજરાતની ટીમ તથા પુલ-બીમાં તેલંગાણા અને દિલ્હીની ટીમે સેમી ફાઈનલનાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ગુજરાતની ટીમે પુલ-એમાં બીજું સ્થાન પ્રાપ્ત કરીને સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. તા. ૨૯ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦ વાગ્યે હરિયાણા સામે દિલ્હી અને બપોરે ૩ વાગ્યે તેલંગાણા સામે ગુજરાતની પુરુષ ટીમ ટકરાશે.

Tags:    

Similar News