રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે ટક્કર, જે પણ જીતશે તેની ફાઇનલમાં એન્ટ્રી

અગાઉની મેચમાં સરેરાશ બોલિંગ પ્રદર્શનને ભૂલીને, રાજસ્થાન રોયલ્સે IPL ક્વોલિફાયર 2માં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે

Update: 2022-05-27 04:27 GMT

અગાઉની મેચમાં સરેરાશ બોલિંગ પ્રદર્શનને ભૂલીને, રાજસ્થાન રોયલ્સે IPL ક્વોલિફાયર 2માં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામે તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે, જેમની અગાઉની મેચમાં જીત મેળવ્યા બાદ ઉત્સાહ વધારે છે. બંને ટીમો વચ્ચે જે પણ જીતશે તે ફાઇનલમાં જશે અને રવિવારે તેનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે.

RCB એ એલિમિનેટરમાં લખનૌ સુપરજાયન્ટ્સને હરાવ્યું અને પ્લેઓફમાં જગ્યા બનાવી. છેલ્લા 14 વર્ષથી ખિતાબની રાહ જોઈ રહેલી RCB ટીમ પાસેથી ઘણી અપેક્ષાઓ છે અને ખેલાડીઓ પણ તેમના પર ખરા ઉતરવા માટે ઉત્સુક છે. રાજસ્થાન રોયલ્સ પ્રથમ ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયું હતું. કોલકાતામાં થોડી મેચો બાદ હવે IPLનો કાફલો ગુજરાત પહોંચ્યો છે. આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ લખનૌમાં જીત બાદ કહ્યું કે સારી વાત એ છે કે એક દિવસ પછી અમારે ફરીથી રમવાનું છે. અમદાવાદમાં ફરી રમવા માટે ઉત્સુક. અમે અમારા પ્રદર્શનથી ખુશ છીએ અને ખૂબ જ ઉત્સાહિત પણ છીએ. આશા છે કે અમે વધુ બે મેચ જીતીને ઉજવણી કરી શકીશું.

Tags:    

Similar News