કોમનવેલ્થ ગેમ્સ : વેઇટલિફ્ટિંગમાં લાલરિનુંગા જેરેમીએ અપાવ્યો ભારતને બીજો ગોલ્ડ

ભારત માટે વેઇટલિફ્ટિંગમાં લાલરિનુંગા જેરેમી ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો, સ્નેચ કિગ્રામાં 140 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો

Update: 2022-07-31 14:54 GMT

કોમનવેલ્થ ગેમ્સનો આજે ત્રીજો દિવસ છે. ભારત માટે વેઇટલિફ્ટિંગમાં લાલરિનુંગા જેરેમી ભારતને બીજો ગોલ્ડ અપાવ્યો છે. તેણે સ્નેચ કિગ્રામાં 140 કિલો વજન ઉપાડીને રેકોર્ડ બનાવ્યો છે. જ્યારે સ્નેચ એન્ડ જર્કમાં 165 કિલોગ્રામ વજન ઉપાડવામાં આવ્યું છે.

ભારતના યુવા વેટલિફ્ટર જેરેમી લાલરિનુંગાએ કોમનવેલ્થમાં 67 કિલો વર્ગમાં આ ગોલ્ડ કબજે કર્યો છે. તેણે સ્નેચમાં સૌથી વધુ 140 કિલોગ્રામ વજન ઉઠાવ્યો હતો, જ્યારે ક્લીન એન્ડ જર્કમાં 160 કિલોગ્રામ વજન ઉઠાવી ઈતિહાસ રચી દીધો. તેણે ગેમ રેકોર્ડ કુલ 300 કિલોગ્રામ વજન ઉઠાવ્યો. આ રીતે વેઇટલિફ્ટિંગમાં ભારતને બીજો ગોલ્ડ અને કુલ પાંચમો મેડલ મળ્યો છે. આ પહેલા શનિવારે મીરાબાઈ ચાનૂએ 49 કિલોવર્ગમાં ગોલ્ડ જીત્યો હતો.

યૂથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતી ચુકેલ જેરેમી પ્રથમવાર કોમનવેલ્થ ગેમ્સમાં ઉતર્યો અને તેણે પહેલી બાજીમાં ઈતિહાસ રચી દીધો. તેણે સ્નેચમાં પ્રથમ અટેમ્પ્ટમાં 136 કિલો ઉઠાવ્યો, જ્યારે બીજા પ્રયાસમાં 140 કિલો વજન ઉઠાવી રેકોર્ડ બનાવ્યો હતો. આ તેનો ગેમ રેકોર્ડ રહ્યો, જ્યારે ત્રીજા પ્રયાસમાં તે 143 કિલોગ્રામ ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો.

Tags:    

Similar News