ધનશ્રીએ નામની પાછળથી હટાવી ચહલ સરનેમ, યુજીએ પણ કહ્યું- હવે નવા જીવનની શરૂઆત

સોશિયલ મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર ધનશ્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ચહલનું નામ હટાવી દીધું છે

Update: 2022-08-18 08:15 GMT

સોશિયલ મીડિયા સેન્સેશન કોરિયોગ્રાફર ધનશ્રી અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ ચર્ચાનો વિષય બન્યા છે. ખરેખર ધનશ્રીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ચહલનું નામ હટાવી દીધું છે. આ જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કપલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું. લગ્ન બાદ ધનશ્રી વર્માએ પોતાના નામમાં યુઝવેન્દ્રની અટક ઉમેરી દીધી હતી. જોકે ધનશ્રીએ હજુ સુધી યુઝવેન્દ્ર સાથે શેર કરેલા ફોટા પોતાના એકાઉન્ટમાંથી હટાવ્યા નથી.

તો બીજી બાજુ ધનશ્રીએ નામ હટાવતાની સાથે જ યુઝવેન્દ્રએ એક નોટ પણ શેર કરી છે. તેમાં લખ્યું છે – New Life Loading લખેલું હતું. સોશિયલ મીડિયા પર હંમેશા પ્રેમભરી પળો શેર કરતા આ કપલની આવી પ્રતિક્રિયા જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

Tags:    

Similar News