CSKની સતત ચોથી હાર: હૈદરાબાદે ચેન્નઈને 8 વિકેટથી હરાવ્યું, અભિષેક શર્માએ 75 રનની ઈનિંગ રમી

ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 154 રન કર્યા છે. જેના જવાબમાં હૈદરાબાદે 17.4 ઓવરમાં 155 રન બનાવી મેચ જીતી લીધી છે.

Update: 2022-04-09 14:05 GMT

IPLમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 154 રન કર્યા છે. જેના જવાબમાં હૈદરાબાદે 17.4 ઓવરમાં 155 રન બનાવી મેચ જીતી લીધી છે. અભિષેક શર્મા (75) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો. જ્યારે રાહુલ ત્રિપાઠીએ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી. સતત બે પરાજય બાદ ટૂર્નામેન્ટમાં હૈદરાબાદની આ પહેલી જીત હતી. આની સાથે જ ચેન્નઈની આ સતત ચોથી હાર છે. IPLના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે CSK સતત પહેલી ચાર મેચ હારી ગયું હોય.

Tags:    

Similar News