IND VS ENG: આજે બીજી વન-ડે ઇન્ટરનેશનલ, આજે રોહિત પાસે ઐતિહાસિક વિજય મેળવવાની તક

Update: 2022-07-14 05:56 GMT

પહેલા વનડેમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટની સૌથી મોટી જીત મેળવ્યા પછી ટીમ ઈન્ડિયાની નજર હવે ક્રિકેટના મક્કા લોર્ડસને જીતવાની છે. ત્યાં જીત મળશે તો ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડની ધરતી પર ચોથી સિરીજ પર કબજો જમાવી લેશે. જો કે ટીમ ઈન્ડિયા આ ઐતિહાસિક મેદાન પર વન ડે છેલ્લા 15 વર્ષથી નથી જીતી શકી.

આ સમયગાળામાં ભારતે ઈંગ્લેન્ડ સામે ત્યાં 3 મેચ રમ્યા છે જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. ભારતે ઈંગ્લેન્ડ સામે ત્યાં સાત મેચ રમ્યા છે જેમાં ત્રણ મેકમાં જીત મેળવી છે બાકીના મેચ હારી ગયા છેગુરૂવારની મેચમાં ભારતીય ટીમની નજર મેચ જીતીને શ્રેણી પર વિજય મેળવવા પર રહેશે. આ મેચ પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ટીમનો એક ધુરંધર બેટર આ મેચમાં નહીં રમી શકે. ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ઈંગ્લેન્ડની સામે પહેલી વન-ડે મેચમાં નહોતા રમી શક્યા. વિરાટ કોહલીને ત્રીજી ટી-20 મેચ દરમ્યાન કમરમાં વાગ્યુ હતુ. વિરાટ ભલે મેચમાં ના રમી શક્યા પરંતુ તે ટીમની સાથે ઓવલ સ્ટેડિયમ આવશ્ય આવ્યા હતા. હવે વિરાટ કોહલીને લઇને એવી અપડેટ આવી રહી છે કે તેમને હજુ સારું થયુ નથી અને બની શકે કે તેઓ બીજી વન-ડે મેચ પણ નહીં રમી શકે.

Tags:    

Similar News