IND VS NZ: ઇન્ડિયન બોલર્સને એક પણ વિકેટ ન મળી,ન્યૂઝીલેન્ડનો બીજા દિવસના અંતે સ્કોર 129/0

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી NZનો સ્કોર 129/0 રહ્યો છે.

Update: 2021-11-26 11:47 GMT

ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચના બીજા દિવસના અંત સુધી NZનો સ્કોર 129/0 રહ્યો છે. કીવી ઓપનર વિલ યંગે 75 અને ટોમ લેથમે 50 રન કરી ક્રીઝ પર છે. આની પહેલા ટીમ ઈન્ડિયા એક સારી શરૂઆતને હાઈસ્કોરિંગ ટોટલમાં પરિવર્તિત કરી શકી નહોતી અને બીજા દિવસે 345 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ અત્યારે ઈન્ડિયાથી 216 રન પાછળ છે. આ પૂર્વે શ્રેયસ અય્યરે પોતાની ડેબ્યૂ મેચમાં સદી નોંધાવી ટીમને એક સન્માન જનક સ્કોર સુધી દોરી હતી. તો બીજી બાજુ ન્યૂઝીલેન્ડ ટીમના ફાસ્ટ બોલર ટિમ સાઉથીએ 5 વિકેટ લઈ ટીમ ઈન્ડિયાને 350ની અંદર રોકી દીધી હતી.

Tags:    

Similar News