IND vs WI : આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની બીજી ટી-20 મેચ ગુયાનામાં રમાશે

Update: 2023-08-06 04:23 GMT

આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની પાંચ ટી-20 મેચની સીરિઝની બીજી મેચ રમાશે. વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ ટી-20 મેચમાં ભારતીય ટીમને 4 રને હરાવ્યું હતું. જો કે આ મેચમાં ટીમ ઈન્ડિયા વાપસી કરવાના ઈરાદા સાથે ઉતરશે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટી-20 મેચ ગુયાનામાં રમાશે. ભારતીય સમય અનુસાર મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતીય ચાહકો ડીડી સ્પોર્ટ્સ પર ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ લાઈવ જોઈ શકે છે. આ સિવાય તમે Jio સિનેમા અને ફેનકોડ પર લાઈવ સ્ટ્રીમિંગનો આનંદ લઈ શકો છો. વાસ્તવમાં ચાહકોએ ફેનકોડ પર મેચ જોવા માટે ચૂકવણી કરવી પડશે, પરંતુ ડીડી સ્પોર્ટ્સ અને જિયો સિનેમા પર તે મફતમાં જોઈ શકશે.

Tags:    

Similar News