ભારત સેમિફાઇનલમાં જાપાન સામે 5-3થી હારી, બ્રોન્ઝ મેડલ માટે PAK સામે ટકરાશે

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021ની સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

Update: 2021-12-22 06:53 GMT

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી-2021ની સેમિફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જાપાને સેમીફાઈનલમાં ભારતને 5-3થી હરાવ્યું છે અને આ સાથે જ ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

ટીમ ઈન્ડિયાના હાથમાંથી સેમીફાઈનલ સતત સરકી રહી છે. ભારત તરફથી સતત હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ એક પણ તકને ગોલમાં બદલી શકાઈ ન હતી. પરંતુ જાપાને તેનો ફાયદો ઉઠાવ્યો અને ચોથો ગોલ કર્યો. જ્યારે આ ક્વાર્ટરના અંતમાં પાંચ મિનિટ બાકી હતી, ત્યારે જાપાન તરફથી પાંચમો ગોલ પણ થયો હતો.

હવે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જાપાનનો મુકાબલો કોરિયા સામે થશે. ભારત વર્ષ 2018માં યોજાયેલી છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું, પરંતુ તે ઈતિહાસનું પુનરાવર્તન કરી શક્યું નથી. ભારત હવે પાકિસ્તાન સામે ટકરાશે, બુધવારે બંને બ્રોન્ઝ મેડલ માટે આમને-સામને થશે.

Tags:    

Similar News