IPL 2022 : RCB ના બોલર હર્ષલ પટેલને છેલ્લી ઓવરમાં રન પડતા થયો ગુસ્સે, રિયાન પરાગ સાથે કરી બોલાચાલી

રાજસ્થાન રોયલ્સનો યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગે શાનદાર ઇનિંગ્સ રમી હતી. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા

Update: 2022-04-26 17:48 GMT

રાજસ્થાન રોયલ્સનો યુવા ઓલરાઉન્ડર રિયાન પરાગે શાનદાર ઇનિંગ્સ રમી હતી. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં રિયાન પરાગે હર્ષલ પટેલને 1 ચોગ્ગા અને બે છગ્ગા સહિત 18 રન ફટકાર્યા હતા.

ઇનિંગ્સના છેલ્લા બોલે ડીપ મિડવિકેટ પર મોટો સિક્સ ફટકારીને રિયાન પરાગ પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે બોલર હર્ષલ પટેલ તેની પાસે કંઈક કહેતો દેખાયો. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. કેટલાક સાથી ખેલાડીઓ વચ્ચે બચાવ કરવાથી મામલો વધુ વધ્યો ન હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Tags:    

Similar News