IPL 2022: આજે ગુજરાત-રાજસ્થાનની વચ્ચે કાંટાની ટક્કર, કોણ જશે ફાઇનલમાં?

ઈન્ડિયન પ્રીમિયર લીગના ગ્રુપ સ્ટેજની તમામ 70 મેચો પૂરી થઈ ગઈ છે. પ્લેઓફ માટે ચાર ટીમો પણ નક્કી કરવામાં આવી છે.

Update: 2022-05-24 03:10 GMT

ઈન્ડિયન પ્રીમિયર લીગના ગ્રુપ સ્ટેજની તમામ 70 મેચો પૂરી થઈ ગઈ છે. પ્લેઓફ માટે ચાર ટીમો પણ નક્કી કરવામાં આવી છે. આમા, હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની નવી IPL ટીમ ગુજરાત ટાઇટન્સ (GT), બીજા નંબરે રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ હતી અને સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ (RR).

આવી સ્થિતિમાં ક્વોલિફાયર-1 પણ આ બે ટીમો ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાશે. આ મેચ આજે (24 મે) સાંજે 7.30 કલાકે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં જશે. જ્યારે હારનાર ટીમને વધુ એક તક મળશે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આ બીજી મેચ હશે. છેલ્લી મેચમાં ગુજરાતની ટીમ 37 રને જીતી હતી. ક્વોલિફાયર-1માં હારેલી ટીમે ફાઈનલ માટે ક્વોલિફાયર-2 રમવું પડશે. આ મેચ એલિમિનેટર મેચ જીતનારી ટીમ સાથે થશે. એલિમિનેટર મેચ 25 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

Tags:    

Similar News