મિતાલી રાજે ધોની, ગાંગુલી અને અઝહરને છોડી દીધા પાછળ, આ મામલામાં રેકોર્ડ સાથે બની નંબર 1 કેપ્ટન

મિતાલી રાજે ધોની, ગાંગુલી અને અઝહરને છોડી દીધા પાછળ, આ મામલામાં રેકોર્ડ સાથે બની નંબર 1 કેપ્ટન

Update: 2022-03-12 05:07 GMT

મિતાલી રાજ ક્રિકેટ પર એટલા વર્ષોથી રાજ કરી રહી છે કે હવે તે ગમે તે મેચ રમે છે, તે જે પણ મેચમાં ઉતરે છે, તે રન બનાવે કે ના બનાવે પરંતુ તે રેકોર્ડ જરુર બનાવે છે. આ દરમિયાન તે પોતાની કેપ્ટનશિપ સાથે રેકોર્ડની નવી વ્યાખ્યા પણ લખે છે. હાલમાં તે ચર્ચામાં છે કારણ કે તેણે તે કર્યું છે જે એમએસ ધોની, સૌરવ ગાંગુલી અથવા તો મોહમ્મદ અઝહરુદ્દીન ભારત માટે કરી શક્યા નથી. આમ કરીને તે ભારતની નંબર વન કેપ્ટન બની ગઈ છે. અમે અહીં વર્લ્ડ કપની કેપ્ટનશિપ વિશે વાત કરી રહ્યા છીએ.

જેમાં મિતાલીએ તમામ ભારતીય કેપ્ટનોને પાછળ છોડીને પોતાનુ રાજ જમાવી દીધુ છે, પછી ભલે તે પુરુષ હોય કે મહિલા.મિતાલી રાજ હવે વિશ્વ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનારી ભારતીય બની ગઈ છે. આ મામલામાં તેણે મોહમ્મદ અહરુદ્દીનનો જૂનો ભારતીય રેકોર્ડ તોડ્યો છે. મિતાલી આ મામલામાં માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની અન્ય મહિલા કેપ્ટનોથી પણ આગળ છે.ODI વર્લ્ડ કપની સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરવાનો ભારતીય રેકોર્ડ અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીનના નામે હતો. તેણે 23 વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી પરંતુ, મિતાલી રાજે હવે આ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેને આ સફળતા વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં મળી હતી.

Tags:    

Similar News