ન્યઝીલેન્ડની ટીમની સુરક્ષામાં રહેલા પાકિસ્તાની ગાર્ડ્સ ઝાપટી ગયા 27 લાખ રૂપિયાની બિરયાની !

Update: 2021-09-23 12:12 GMT

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડએ તેનો પાકિસ્તાન પ્રવાસ રદ કર્યો છે. રાવલપિંડીમાં રમાનારી પ્રથમ વનડેના થોડા સમય પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટે સુરક્ષાના કારણોસર પ્રવાસ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાન 18 વર્ષ બાદ ન્યુઝીલેન્ડની દ્વિપક્ષીય શ્રેણી માટે યજમાન બનવાનું હતું. પ્રવાસ પૂરો કર્યા વગર ન્યૂઝીલેન્ડના ઘરે પરત ફરવાના નિર્ણયથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને મોટું આર્થિક નુકસાન થયું છે.

ન્યુઝીલેન્ડ બાદ ઇંગ્લેન્ડ ટીમની પુરૂષ અને મહિલા ટીમ પણ પાકિસ્તાન પ્રવાસે જવાની હતી, પરંતુ સુરક્ષાના કારણોસર ઇસીબીએ પણ આ પ્રવાસ રદ કર્યો હતો. રિપોર્ટ અનુસાર, ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ માટે તૈનાત સુરક્ષા એજન્સીઓ ખૂબ મોંઘી હતી. પીસીબીએ હવે સુરક્ષા અધિકારીઓના ખાદ્ય બિલ માટે 27 લાખ પાકિસ્તાની ચલણ ચૂકવવા પડશે. ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં પાકિસ્તાન આર્મી સાથે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમની સુરક્ષા માટે પાંચ એસપી અને 500 થી વધુ એસએસપી (પોલીસ અધિકારીઓ) તૈનાત કરવામાં આવ્યા હતા.

આનંદબજાર પત્રિકાના અહેવાલ મુજબ, તેમાંથી દરેકને દિવસમાં બે વાર બિરયાની પીરસવામાં આવી હતી, જેની કિંમત લગભગ 27 લાખ રૂપિયા થઈ હતી. પાકિસ્તાનના ગૃહપ્રધાન શેખ રશીદે એક મુલાકાત દરમિયાન નિવેદન આપ્યું કે, ન્યુઝીલેન્ડ પાસે એટલા સૈનિકો નથી જેટલા અમે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ માટે તૈનાત કર્યા હતા. રશીદે સુરક્ષા અંગે પાકિસ્તાનનો બચાવ કરતી વખતે રશિયા અને અમેરિકાનું ઉદાહરણ પણ આપ્યું હતું. અને કહ્યું કે, તાજેતરમાં રશિયાની એક યુનિવર્સિટીમાં લોકોના મોત થયા છે.

અમેરિકામાં પણ થોડા દિવસો પહેલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ન્યૂઝીલેન્ડમાં પણ લોકોના મોત થયા છે. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે, ભારત તરફથી ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમને ધમકી ભર્યો ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો, જેના કારણે ન્યુઝીલેન્ડે તેમનો પ્રવાસ રદ કરવાનો આદેશ આપ્યો હતો. ચૌધરીએ દાવો કર્યો, "ભારતે એક ડિવાઈસનો ઉપયોગ કરીને ધમકીઓ મોકલવામાં આવી હતી. જે ન્યૂઝીલેન્ડની ટીમને સેન્ડ કરવામાં આવી હતી. નકલી આઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ તે મહારાષ્ટ્રથી મોકલવામાં આવ્યો હતો.

Tags:    

Similar News