ગિલ માનતો નથી...! શુભમન ગિલે ફટકારી બેવડી સદી, 6 અઠવાડિયામાં તોડ્યો વર્લ્ડ રેકોર્ડ..!

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિલે ધમાકેદાર પોતાની બેવડી સદી પૂરી કરી.

Update: 2023-01-18 13:30 GMT

શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની હૈદરાબાદ વનડેમાં ઈતિહાસ રચ્યો છે. શુભમન ગિલે ધમાકેદાર પોતાની બેવડી સદી પૂરી કરી. શુભમન ગિલે 149 બોલમાં 208 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગીલે 49મી ઓવરમાં લોકી ફર્ગ્યુસનની બોલ પર સતત ત્રણ છગ્ગા ફટકારીને તેની બેવડી સદી પૂરી કરી. તેની ઇનિંગ્સના કારણે ભારતે 8 વિકેટે 349 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

શુભમન ગિલે બેવડી સદી ફટકાર્યા બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે શાનદાર પ્રતિક્રિયા આપી હતી. ફિલ્મની મીમ શેર કરતાં સેહવાગે લખ્યું, 'ગિલ હૈ કી માનતા નહીં. શુભમન ગિલની શાનદાર બેવડી સદી.


23 વર્ષીય ગિલે આ રેકોર્ડબ્રેક ઇનિંગમાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. ગિલ હવે વન-ડે ઈન્ટરનેશનલમાં બેવડી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. ગિલ ઈશાન કિશનને પાછળ છોડી ગયો. ઈશાન કિશને લગભગ 6 અઠવાડિયા પહેલા બાંગ્લાદેશ સામે બેવડી સદી ફટકારી હતી. ત્યારે તેની ઉંમર 24 વર્ષ 145 દિવસ હતી. ગિલે 24 વર્ષની ઉંમર પહેલા જ બેવડી સદી ફટકારી હતી.

Tags:    

Similar News