કોમનવેલ્થ ગેમ્સ : વિમેન્સ ટી-20 ક્રિકેટમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાએ 8 વિકેટથી મેળવી શાનદાર જીત

કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ટી-20 ક્રિકેટમાંપાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટથી શાનદાર જીત મેળવી

Update: 2022-07-31 14:22 GMT

કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન્સ ટી-20 ક્રિકેટમાંપાકિસ્તાન સામે ભારતની શાનદાર જીત થઈ છે. ટીમ ઈન્ડિયાએ 8 વિકેટથી શાનદાર જીત મેળવીછે. પાકિસ્તાની કેપ્ટન બિસ્માહ માહરુફે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. પાકિસ્તાનની ટીમ 18 ઓવરમાં 99 રને ઓલઆઉટ થઈ ગઈ. ભારતીય ટીમને 100 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 11. 4 ઓવરમાં 2 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. સ્મૃતિ મંધાનાએ શાનદાર ઈનિંગ રમતા અડધી સદી ફટકારી હતી. સેફાલી વર્મા 16 રન અને મેઘના 14 રન બનાવી આઉટ થઈ હતી. સ્મૃતિ મંધાના 63 રન બનાવી નોટ આઉટ રહી હતી.

ભારતીય ટીમે પાવર પ્લેમાં એટલે કે પ્રથમ પાંચ ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વગર 52 રન બનાવ્યા હતા. ભારતની શરુઆત ખૂબ જ સારી રહી હતી. સ્મૃતિ મંધાનાએ માત્ર 31 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. તે મેદાનની ચારે બાજુ મોટા શોટ રમી હતી. મંધાનાએ છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી.

Tags:    

Similar News