મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ

વિરાટ કોહલીએ મુંબઈ સામે 13 રન બનાવતા જ આ ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી. તેમણે ટી-20 કારકિર્દીની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો.

Update: 2021-09-27 06:59 GMT

કોહલી પહેલાં ક્રિસ ગેલ, કીરોન પોલાર્ડ, શોએબ મલિક અને ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નર ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં 10,000 હજાર બનાવી શક્યા છે. વિરાટે ગેલ બાદ સૌથી ઝડપી 10 હજાર રન પણ પૂરા કર્યા છે અને તેમણે બાકીના ત્રણ બેટ્સમેનોને આ મામલે પાછળ ધકેલી દીધા છે. વિરાટ કોહલીએ મુંબઈ સામે 13 રન બનાવતા જ આ ખાસ સિદ્ધી પ્રાપ્ત કરી. તેમણે ટી-20 કારકિર્દીની 299મી ઈનિંગમાં 10 હજાર રનનો આંકડો પાર કર્યો. કોહલી ટી-20 ક્રિકેટના આ ફોર્મેટમાં અત્યાર સુધી 5 સદી અને 73 અર્ધસદી બનાવી છે અને તેનો સૌથી વધુ સ્કોર 113 રન રહ્યો છે.

મહત્વનું છે કે, આઈપીએલમાં વિરાટ 6 હજારથી વધુ રન બનાવનારા એકલા બેટ્સમેન છે. ચેન્નઈ સામે રમાયેલી છેલ્લી મેચમાં આરસીબીના કેપ્ટન 53 રન બનાવી આઉટ થયા હતા અને આ સિદ્ધી પ્રાપ્ત કરતા ચૂકી ગયા હતા. ભારત તરફથી કોહલી બાદ ટી-20માં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેન રોહિત શર્મા છે. જેણે 351 મેચોની 338 ઈનિંગમાં અત્યાર સુધી કુલ 9348 રન બનાવ્યાં છે. આ દરમ્યાન હિટમેને છ સદી અને 65 અર્ધસદી ફટકારી છે.

Tags:    

Similar News