આંધ્રપ્રદેશ : MS DHONIના ચાહકોનું શું કહેવું... જન્મદિવસ પર 41 ફૂટ કટ આઉટ સ્થાપિત કર્યું

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની 7 જુલાઈએ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર ક્રિકેટ ચાહકો પૂર્વ ક્રિકેટરોએ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

Update: 2022-07-08 05:58 GMT

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની 7 જુલાઈએ તેનો 41મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ અવસર પર ક્રિકેટ ચાહકો પૂર્વ ક્રિકેટરોએ ધોનીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.આંધ્રપ્રદેશના NTR જિલ્લામાં તેલુગુ ચાહકો દ્વારા ધોનીનો 41 ફૂટ ઊંચો કટ આઉટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

આ કટ આઉટમાં એમએસ ધોની તેનો ફેવરિટ હેલિકોપ્ટર શોટ મારતો જોવા મળે છે. ધોનીનો આ કટ આઉટ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ધોનીને કટ આઉટ કરવામાં આવ્યો હોય. અગાઉ કેરળમાં 35 ફૂટ અને ચેન્નાઈમાં 30 ફૂટ કટ આઉટ લગાવવામાં આવ્યા હતા.

એમએસ ધોની હાલમાં લંડનમાં છે જ્યાં તેણે તેની પત્ની સાક્ષી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત સહિત તેના કેટલાક મિત્રોની હાજરીમાં તેનો જન્મદિવસ ઉજવ્યો. સાક્ષીએ પોતે ઈન્સ્ટાગ્રામ પર ધોનીના 41મા જન્મદિવસની ઉજવણીની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. અગાઉ તેના જન્મદિવસની પૂર્વસંધ્યાએ ધોની વિમ્બલ્ડન 2022 માં પણ જોવા મળ્યો હતો.

Tags:    

Similar News