સુરત : કડોદ ખાતે વનમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો 71મો વન મહોત્સવ, સમગ્ર રાજ્યમાં કરાશે 10 કરોડ વૃક્ષોનું વાવેતર

Update: 2020-08-07 13:17 GMT

માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં જિલ્લા કક્ષાનો 71મો વન મહોત્સવ યોજાયો હતો. વન, આદિજાતિ મંત્રી ગણપત વસાવાના હસ્તે બારડોલી તાલુકાના કડોદ હાઈસ્કુલ ખાતે વૃક્ષારોપણ કરી પ્રારંભ  કરવામાં આવ્યો હતો. આ વેળાએ તેમની સાથે ધેટા અને ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના અધ્યક્ષ મેઘજી કળજરીયા, વિકાસ નિગમના ઉપાધ્યક્ષ અમરસિંહ ખાંભલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સુરત જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ વર્ષે 24.12 લાખ જેટલા નીલગીરી, સાગ, લીમડા, ફળાઉ રોપાઓનું વિતરણ કરવામાં આવશે. જયારે 4.50 લાખ જેટલા રોપાઓ વનિકરણ વિભાગ દ્વારા રસ્તા, નહેરની બાજુમાં ગૌચર જમીનો તથા ખેડુતોની માલિકની જમીનોમાં વાવેતર કરવામાં આવી રહ્યું છે.

આ પ્રસંગે વનમંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, 1950માં ગુજરાતના પનોતા પુત્ર સ્વ. કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. જેને અનુસરીને રાજય સરકારી દર વર્ષે રાજય કક્ષાએ સાંસ્કૃતિક વનો અને જિલ્લા કક્ષાએ વન મહોત્સવોની ઉજવણી કરીને આગામી પેઢી તંદુરસ્ત રહે તેવા શુભ સંકલ્પ સાથે કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાજયમાં આ વર્ષે 10 કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર હોવાની વિગતો આપતા વનમંત્રીએ જણાવ્યુ હતું કે, ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓમાં પરિવર્તન આવ્યું છે. જેને નાથવા માટે વૃક્ષોનું વાવેતર કરીને સૌ ગુજરાતીઓને ગ્રીન ગુજરાત કલીન ગુજરાત, હરિયાળા ગુજરાતની નેમ સાકાર કરવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો. સુરત જિલ્લામાં 566 ગામોમાં વૃક્ષરથ ફરીને ઘરે ઘરે જઈ વૃક્ષના રોપાનું વિતરણ કરવામાં આવશે

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા, મુખ્ય વન સંરક્ષક સી.કે.સોનવણે, નાયબ વન સંરક્ષક એમ.એસ.કટારા તથા પુનિત નૈયર, કડોદ હાઈસ્કુલની સંસ્થાના પ્રમુખ કેતનભાઈ, આગેવાન ભાવેશભાઈ, પ્રતાપભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેન, બારડોલી તાલુકા આર.એફ.ઓ. ભાવેશ રાદડિયા તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News