સુરત : પતંગની દોરીથી બાઇક સવાર યુવાનનું ગળું કપાયું

Update: 2021-01-10 05:39 GMT

ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે જ્યારે અકસ્માતના દ્રશ્યો પણ સામે આવવા માંડ્યા છે સુરત શહેરના અલથાન રોડ પર રસ્તાની વચ્ચે પતંગની દોરી આવી જતા બાઇક સવારનું ગળું કપાઈ જવાની ઘટના બની છે. બાઈક સવાર યુવકને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી યુવકને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થ નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તબીબોએ યુવકને ૧૨ જેટલા ટાંકા લીધા એવું જાણવા મળેલ છે.

સુરત શહેરના ગોડાદરા ખાતે આવેલ પ્રિયંકા પાર્ક સોસાયટીમાં રહેતો 32 વર્ષીય દિપક વિનુભાઈ પાટીલ મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ પર ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત શુક્રવારના રોજ તેઓ તેઓની પત્ની સાથે સંબંધીના ત્યાં ગયા હતા. સંબંધીના ત્યાંથી પરત ફરતા અલથાન ધીરજ સન્સ રોડ પર રસ્તાની વચ્ચે પતંગનો દોરો આવી જતા તેઓને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોતાના બચાવ માટે દોરો પકડવા જતાં હાથમાં આંગળીઓમાં પણ ઇજાઓ થઈ હતી ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક 108 મારફત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ દીપકભાઈને ગળાના ભાગે 12 જેટલા ટાંકાઓ લીધા હતા.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણના તહેવારને લઈને અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. દર વર્ષે પતંગની દોરીથી અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. અનેક લોકો જીવ પણ ગુમાવી ચૂક્યા છે. જ્યારે લોકોએ આવી ઘટનાથી બચવા સાવધાની રાખવી સતત જરૂરી છે.

Tags:    

Similar News