સુરત : આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને કોણે કર્યો ફોન, જુઓ શું છે સમગ્ર ઘટના

Update: 2021-02-25 12:06 GMT

સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો વિજેતા બન્યાં છે ત્યારે ઉમેદવારોને તોડવાના પ્રયાસો ભાજપે શરૂ કર્યા હોવાનો આક્ષેપ આપના સંયોજક મનોજ સોરઠીયાએ લગાવ્યો છે.

સુરતમાં આમ આદમી પાર્ટીના 27 ઉમેદવારો વિજેતા બન્યાં છે અને શુક્રવારના રોજ પાર્ટીના મુખ્યા અને દીલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત ખાતે રોડ શો અને જાહેરસભા કરવા જઇ રહયાં છે. આવામાં આપના સંયોજક મનોજ સોરઠીયાએ ભાજપ પર કોર્પોરેટરોને ભાજપના નેતાઓ ફોન કરી મળવા બોલાવી તેમને તોડવાનો પ્રયાસ કરી રહયાં હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આવો સાંભળીએ આપના સંયોજક મનોજ સોરઠીયા શું કહી રહયાં છે.

આમ આદમી પાર્ટીના વિજય બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક જાહેરસભામાં આપ વિશે વાણીવિલાસ કર્યો હતો. ભાજપના આગેવાન અને પુર્વ મેયર ડૉ જગદીશ પટેલે આમ આદમી પાર્ટીના આક્ષેપોને ખોટા ગણાવ્યાં છે. તેમણે જણાવ્યું છે કે ,આપ કરતાં ભાજપના ત્રણ ગણા વધારે ઉમેદવારો જીત્યાં છે. અમારા કોઇ નેતાએ કે કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ફોન કર્યા નથી.

Tags:    

Similar News