સુરત : કલેકટર, પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નરે લીધી કોરોનાની કોવીશીલ્ડની રસી

Update: 2021-01-31 10:00 GMT

સુરતમાં કલેકટર, પોલીસ કમિશ્નર અને મનપા કમિશ્નરે લીધી કોરોનાની કોવીશીલ્ડની રસી લઇ અન્ય કર્મચારીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતાં. અત્યાર સુધીમાં 35 હજારમાંથી 21 હજાર જેટલા હેલ્થવર્કરોએ કોવીશીલ્ડની રસી મુકાવી છે.

રવિવારના રોજ કોરોના વેકસીનેશનના બીજા તબકકામાં સુરતની સ્મીમેરમાં કલેક્ટર ડો.ધવલ પટેલ, મ્યુ.કમિશનર બંછાનિધિ પાની, સીપી અજય તોમર, ડીડીઓ હિતેશ કોયા,જોઈન્ટ સીપી..એસ આર મુલીયાણા, ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુમબે, ભાવના પટેલ, એસપી ઉષા રાડા અને એસીપી સી.કે .પટેલ સહિત મોટી સંખ્યા પોલીસ અધિકારીઓ તેમજ મનપાના અધિકારીએ કોરોના પ્રતિકારક વેક્સિન લીધી હતી ...જોકે વેકસીન લીધા બાદ પોલીસ કમિશનર અને કલેકટર અને મનપા કમિશનરે મીડિયા ને સંબોધન કરીને હેલ્થ વર્કરો અને કોરોમાં વોરિયસ તેમજ અન્ય લોકોને ભારત દેશની સ્વદેશી વેકસીન લેવાની અપીલ કરી હતીમહત્વની વાત એ છે કે સુરતમાં કોરોનાની વેક્સિનનો પહેલો ડોઝ આવ્યો હતો ત્યારે સૌથી પહેલા મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલા ફ્રન્ટ લાઇન વોરિયર્સને વેક્સિન આપી હતી. વેક્સિનેશનના 8માં કાર્યક્રમમાં 80 સેન્ટરો પર 3470 હેલ્થ વર્કરોએ રસી મુકાવી છે.35 હજાર હેલ્થ વર્કરોમાંથી 21,651એ લાભ લીધો છે. હવે 8400 હેલ્થ વર્કરો બાકી છે.

Tags:    

Similar News