સુરત : હજીરાની પરણિતા બ્રિટન પરત જવા નીકળી, જુઓ તેની તથા પરિવાર સાથે શું બન્યું

Update: 2020-12-31 12:40 GMT

સુરતના હજીરાની વતની અને યુકેમાં રહેતી પરણિતા અને તેની માતા અને બહેનનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. હાલ યુકેમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવા મળ્યો હોવાથી આ ત્રણેયમાં કયાં પ્રકારનો વાયરસ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

બ્રિટનમાં સ્થાયી થયેલી ૩૨ વર્ષીય પરિણીતાને તેના નોકરીના સ્થળે ક્રિસમસની રજા હોવાથી તે સુરત રહેતા માતા-પિતા અને બહેનને મળવા ૧૦ ડિસેમ્બરે સુરત આવી હતી. અને ૧૦ દિવસ સુરત ખાતે રહ્યા બાદ ૨૦મીએ પરિણીતા યુકે પરત જવા નીકળી હતી. તેણીની માતા અને બહેન પરિણીતાને મુકવા માટે દિલ્હી એરપોર્ટ પર ગયા હતા. પરંતુ બ્રિટનમાં દેખાયેલા નવા કોરોના સ્ટ્રેનને લઈને ફ્લાઈટ રદ થતા તેઓ ઘરે પરત ફર્યા હતા. જો કે બીજી તરફ આરોગ્ય વિભાગે વિદેશની ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા લોકોને ત્યાં સર્વે શરુ કર્યો હતો. જ્યાં પરિણીતાનું સરનામું આરોગ્ય વિભાગને મળી હતી. આરોગ્ય વિભાગે તપાસ કરતા પરિણીતા, તેણીની માતા અને બહેનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અને જયારે પરિણીતાના પિતાનો કોરોનાનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. પરંતુ તે હાલ ઓબ્ઝર્વશન હેઠળ છે. ત્રણેય દર્દીઓને કોરોનાનો નવો સ્ટ્રેન છે કે નહિ તે જાણવા માટે જરૂરી સેમ્પલ લઇ પુણેની લેબોરેટરીમાં મોકલી દેવાયા છે.

Tags:    

Similar News