સુરત : કીમ પંચાયત-વ્યાપારી એસો. દ્વારા બજારો 7થી 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા અંગે લેવાયો નિર્ણય

Update: 2020-07-13 09:17 GMT

રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં કોરાના વાયરસ બેકાબુ બની ગયો છે. જોકે હવે લોકો જાગૃત થવા લાગ્યા છે અને સ્વંભ્યુ જ બંધ પાળવાનો નિણર્ય કરી રહ્યા છે, ત્યારે કીમ ગ્રામ પંચાયત અને વ્યાપારી એસોસિએશન મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં તા. 14 જુલાઇ મંગળવારના રોજથી તમામ બજારો સવારના 7 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવા માટે નક્કી કરવામાં આવ્યું છે.

કીમ વિસ્તારની વાત કરીએ તો, આ વિસ્તારમાં લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન થતા આ વિસ્તારમાં એકપણ કેસ આવ્યો ન હતો. પરંતુ અનલોકની સાથે લોકોને થોડી વધુ છૂટછાટ મળી જતા કોરાના વાયરસના પોઝિટિવ કેસની એન્ટ્રી થઈ હતી. કોરાના કેસની એન્ટ્રી થયા બાદ રોજ એકલ દોકલ પોઝિટિવ કેસ સામે આવવાનુ શરૂ થયું છે, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા ગ્રામ પંચાયત અને વ્યાપારી એસોસિએશન મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ બજારોમાં દુકાન ખુલ્લી રાખવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

Similar News