સુરત: નવાપુરામાં ૭ લાખથી વધુના કોપર વાયરની લૂટ, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Update: 2019-09-02 10:23 GMT

સુરત જિલ્લાના નવાપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં લૂટની ઘટના બની હતી. પૂજા ઇલેક્ટ્રિક નામના ગોડાઉનમાં સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવીઆશરે રૂપિયા ૭ લાખથી વધુના કોપર વાયરની લૂટ ચલાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

સુરત જીલ્લામાં ગુનેગારો બેફામ બન્યા છે જેમાં પોલીસની નિષ્ફળતા સામે આવી રહી છે. દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે વધુ એક લૂટની ઘટના સુરતના કીમ નજીક આવેલ નવાપુરા જીઆઈડીસી વિસ્તારમાં બની છે. ગત રાત્રે ૧૦ જેટલા લુટારુઓએ જીઆઈડીસીમાં આવેલ પૂજા ઇલેક્ટ્રિકના ગોડાઉનમાં સિક્યુરીટી ગાર્ડને બંધક બનાવી આશરે રૂપિયા ૭ લાખથી વધુના કોપર વાયરની લૂટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

મળતી માહિતી અનુસાર, અગાઉ જુલાઇ માસમાં પણ આજ ગોડાઉનમાં ચોરીની ઘટના બની હતી. જેમાં ૧.૫ લાખથી વધુના કોપર વાયર ચોરાયા હતા. જો કે પોલીસે ત્યારે અરજી લઇ સંતોષ માની લીધો હતો. જ્યારે હવે ફરી બનેલી ઘટનામાં ૧૦ જેટલા તસ્કરોએ ગેટ પર મારવામાં આવેલું તાળું તોડી ગોડાઉનમાં પ્રવેસ કર્યો હતો. ગોડાઉનમાં સુતેલા બન્ને વોચમેનને બંધક બનાવી ટેમ્પોમાં આશરે ૭ લાખથી વધુના કોપર વાયર ચોરી કરી તસ્કરોફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટના ગોડાઉનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હાથી. બનાવની જાણ માલિકને થતાં તેઓ તાત્કાલિક ગોડાઉન ખાતે દોડી આવ્યા હતા, જે બાદ ગોડાઉન માલિકે પોલીસને જાણ કરી હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.

 

Tags:    

Similar News