સુરત : “નમસ્તે ટ્રમ્પ” કાર્યક્રમનો અનેરો ઉત્સાહ, મોદી-ટ્રમ્પની જોડી જોવા NRI પરિવાર અમેરિકાથી ભારત આવી પહોંચ્યો

Update: 2020-02-20 09:26 GMT

મૂળ સુરતના રહેવાસી અને અમેરિકામાં બિઝનેસ માટે સ્થાઈ થયેલા સુરતના છત્રાલા ગ્રુપના પટેલ પરિવારના સભ્યો અમદાવાદ ખાતે “નમસ્તે ટ્રમ્પ”ના કાર્યક્રમ હાજરી આપવા માટે સુરત આવી પહોંચ્યા છે, ત્યારે NRI ભારતીયોમાં “નમસ્તે ટ્રમ્પ “ના કાર્યક્રમને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આગામી તા. 24 ફેબ્રુઆરીના રોજ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન પ્રસંગે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યા છે. કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મંત્રીઓ પદાધિકારીઓ હાજર રહેશે, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભારતમાં ગુજરાતના પ્રવાસને લઇ મૂળ સુરતના રહેવાસી અને અમેરિકામાં બિઝનેસ માટે સ્થાઈ થયેલા સુરતના છત્રાલા ગ્રુપના પટેલ પરિવારના સભ્યો “નમસ્તે ટ્રમ્પ”ના કાર્યક્રમ હાજરી આપવા ઉત્સુકતા દર્શાવી સુરત આવી પહચ્યા છે. ઉપરાંત ટ્રમ્પ અને મોદીની આ મુલાકાત સમગ્ર દેશ માટે ફાયદાકારક રહેશે તેમજ દુશ્મન દેશને પડકારરૂપ સાબિત થવાની વાત પણ ભારતીયો કરી રહ્યા છે.

Similar News