સુરત : બે મોબાઇલ ચોરોની પોલીસે કરી ધરપકડ, જુઓ કેટલા ગુનાની કરી કબુલાત

Update: 2019-12-22 10:57 GMT

સુરત શહેરમાં બાઇક પર આવી

રાહદારીઓના મોબાઇલ ફોન આંચકી જતાં બે તસ્કરોની ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં પોલીસને

13 જેટલા ગુનાના ભેદ

ઉકેલવામાં સફળતા મળી છે. 

શહેરમાં મોબાઈલ ચેકિંગના

વધી ગયેલા બનાવોને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ

ધરી હતી. પોલીસે બાતમીના આધારે મોબાઈલ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનારઓસામા ઉર્ફે

ટીટૂ અલીમીય નાનવાલા અને કરણ ઉર્ફે માંજરો અશ્વિનકુમાર પચ્ચીગર નામના રીઢા આરોપીઓની

ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે

છે તેઓ મોપેટ અને બાઈક પર  રાહદારીઓના

મોબાઇલ ફોન સેરવી

લેતા હતાં.

 બંને આરોપી

ચોરીના મોબાઈલ ફોન તેઓ ભાગા તળાવ ખાતે રહેતાં સલમાન ઉર્ફે બેબી મોહમ્મદ હુસેન

પતરાવાલા ,નિઝામુદ્દીન

ઉર્ફે નિઝામ મોહમ્મદ સૈયદ તથા  સિંધીવાડ ભાગાતળાવ ખાતે રહેતાં અક્રમ ઉર્ફે

અક્રમ સાધુ મોહમ્મદ યુસુફ ફાજલવાલાને વેચી દેતાં હોવાની વિગતો સપાટી પર આવતાં

ત્રણેયની પણ ધરપકડ કરવામાં આવી છે.  આરોપીઓ પાસેથી ચોરીના ૧૭ મોબાઇલ ફોન, બાઈક તથા મોપેડ મળી રૂપિયા 1.98 લાખનો મુદ્દામાલ કબજે લીધો છેશહેરના અલગ અલગ

પોલીસ સ્ટેશનમાં બનેલ 13 ગુનાનો ભેદ

ઉકેલાયો છે.

Tags:    

Similar News