સુરત : સગા પિતાએ 12 વર્ષીય પુત્રી સાથે આચર્યું દુષ્કર્મ, જુઓ કોર્ટે શું કરી સજા

Update: 2020-01-10 13:35 GMT

દેશના

ચકચારી નિર્ભયા સામુહિક દુષ્કર્મના કેસમાં ચાર આરોપીઓને ફાંસીની સજાનું એલાન કરી

દેવાયું છે ત્યારે સુરતમાં પણ સગી પુત્રી સાથે દુષ્કર્મ કરનારા પિતાને કોર્ટે

ફાંસીની સજા ફટકારી છે.

સુરતના ડુમસ

વિસ્તારમાંથી 30 જુન 2017ના રોજ ખેતરમાંથી 12 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે હાથ ધરેલી તપાસમાં બાળકી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. બાળકી સાથે

દુષ્કર્મ કરી તેને ગર્ભવતી બનાવી હત્યા કરવામાં આવી હોવાના તારણ સાથે પોલીસે તપાસ

હાથ ધરી હતી. પોલીસ બાળકીની ઓળખ કરીને તેના વાલીવારસો સુધી પહોંચી હતી. મૃતકના પિતાની

પુછપરછ કરતાં તેણે તેની પુત્રી કોના થકી ગર્ભવતી બની છે તે જણાવતી ન હોવાથી તેની

હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પિતાની કબુલાત પર શંકા જતાં વૈજ્ઞાનિક રીતે તપાસ

કરાવવામાં આવતાં બાળકીના પેટમાં રહેલો ગર્ભ ખુદ તેના પિતાનો જ હોવાની વિગતો બહાર

આવી હતી. આમ પિતાએ જ પુત્રી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી હતી અને બાદમાં તેની

હત્યા કરી નાંખી હતી. આ કેસ સુરતની કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપી પિતાને દેહાંત

દંડ એટલે કે ફાંસીની સજા ફટકારી છે. સરકારી વકીલ દીગંત તેવારે જણાવ્યું હતું કે, કોર્ટે મહત્વપુર્ણ ચુકાદો આપ્યો છે. કોઇ

પણ વ્યકતિ હવે બાળકીઓ, યુવતીઓ કે

મહિલાઓ પર નજર બગાડતાં પહેલા સો વખત વિચાર કરશે.

Tags:    

Similar News