જળ બિલાડીના બ્રિડિંગ માટે “સુરત” સમગ્ર દેશમાં બન્યું મોડેલ, જુઓ સરથાણા નેચર પાર્કમાં કેવી રીતે આવી હતી જળ બિલાડી

Update: 2020-12-22 10:31 GMT

સુરત શહેરના સરથાણા નેચર પાર્કને વરદાન સ્વરૂપે મળેલી જળ બિલાડીના બ્રિડિંગ માટે સુરત સમગ્ર દેશમાં મોડેલ બની રહ્યું છે. તાજેતરમાં રાયપુરના ઝુમાં જળ બિલાડીની એક જોડી આપ્યા બાદ 3 રાજ્યોના 4 ઝુ દ્વારા જળ બિલાડીની ડિમાન્ડ કરવામાં આવી છે.

સમગ્ર દેશના અન્ય પ્રાણી સંગ્રહાલયોમાંથી સુરત ઝુ પાસે જળ બિલાડીઓ માંગવામાં આવી રહી છે. સુરતમાંથી હાલ જ રાયપુર ખાતે જળ બિલાડીની એક જોડી મોકલાવી સામે સિંહણની જોડી લેવામાં આવી છે. સુરતમાં વર્ષ 2006માં આવેલા પુર દરમ્યાન 2 ફિમેલ જળ બિલાડીઓ મળી આવી હતી. જોકે રેસ્ક્યુ વેળા અન્ય એક મેઈલ જળ બિલાડી પણ મળી આવતા તમામ જળ બિલાડીઓને સાથે રાખવામાં આવી હતી, ત્યારે સક્સેસફુલ બ્રિડિંગ થતાં વધુ 5 જેટલા બચ્ચા જનમ્યા છે, ત્યારે હાલ 11 મોટો જળ બિલાડી અને 5 બચ્ચા મળી કુલ 16 જળ બિલાડીઓ સરથાણાના નેચર પાર્કમાં જોવા મળી રહી છે.

Tags:    

Similar News