એક ના ડબલ કરવાની લાલચ આપી રૂપિયા ૩૫ કરોડની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો

Update: 2019-04-29 11:53 GMT

સુરતમાં ઇન્સ્યોરન્સ, ફ્રી મેડીકલ કેમ્પ, એક કા ડબલ જેવી સ્કીમોમાં રોકાણ કરાવવાનું કહીને એજન્ટો તરીકે જોડાઈને રોકાણના પાંચ ટકા કમિશન મળશે તેવી લોભાવની લાલચો આપીને લોકો પાસેથી રૂપિયા ૩૫ કરોડ થી વધુ ની ઠગાઈ કરનારા ફ્રીનોમિનલ હેલ્થ કેર સર્વિસ ના ડાયરેક્ટર અમરનાથ ભુવનેશ્વર તિવારીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચની તપાસ માં અત્યાર સુધી સુરતના ૫૦૦થી વધુ સાથે ઠગાઇ થઇ હોવાનું ખુલ્યું છે.

વર્ષ ૨૦૦૮માં મુંબઈમાં રજીસ્ટ્રેશન કરાવી ફ્રીનોમીનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ કંપનીના ચેરમેન નંદલાલ કેસર સિંગ વાઇસ ચેરમેન એમ.એ નાથર મેનેજિંગ ડિરેક્ટર એમ.કે સિંગ ગુજરાત સોનલ ડિરેક્ટર અમરનાથ તિવારી ગુજરાત ઝોન મેનેજિંગ ડિરેક્ટર પ્રભાકર મિશ્રાએ મળી યુપી,પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર,કેરલ સહિતના વિવિધ આંતરરાજ્યમાં પોતાની કંપનીની બ્રાન્ચ ઓફિસો શરૂ કરી હતી.

આ ઉપરાંત વિદેશોમાં પણ બે જુદી જુદી જગ્યાએ સેમિનાર અને મીટીંગનું આયોજન કરી પ્રથમ ફ્રીનોમિનલ હેલ્થ કેર સર્વિસ લિમિટેડ તેમજ ફ્રીનોમિનલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નું રજીસ્ટ્રેશન બાદ એન એસ કે કોર્પોરેશન લિમિટેડ તથા ગુજરાત પ્રિ નો હેલ્થ કેર પ્રાઇવેટ લિમિટેડના નામ થી લોકોને પોતાની કંપની વધુ રોકાણ કરાવવા માટે જાહેરાતો કરવામાં આવી હતી.

આ દરમિયાન સચિન સી.આર.પાટીલ નગર પાસે લક્ષ્મી વિલા ટાઉનશિપમાં રહેતા અને જમીન દલાલીનું કામ કરતા રામ નયન રામતીર્થ પાંડે દ્વારા રૂપિયા ૨.૫૮ લાખ રોકવામાં આવ્યા હતા. રામ નયન પોતાના સભ્યો બનાવીને રૂપિયા ૧૫ લાખનું રોકાણ કર્યું હતું તથા તેમની ટીમ દ્વારા રૂપિયા બે કરોડ મળી રૂપિયા ૨.૧૭ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અને એજન્ટો દ્વારા કુલ રૂપિયા ૬.૯૪ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. રોકાણકારો દ્વારા સમયમર્યાદા પૂરી થયા બાદ પોતાના રોકાણ ની માંગણી કરવામાં આવી હતી. પરંતુ તમામ લોકો ચેરમેનો દ્વારા મુંબઇ અને ગુજરાતની ઓફિસો બંધ કરી દઈ ને ઠગાઈ કરવામાં આવી હતી.

કંપની દ્વારા જે પોલીસી બહાર પાડવામાં આવી હતી તેમાં એક પોલિસીમાં નવ વર્ષમાં 20 હજારની રકમ ભરવામાં આવ્યા બાદ પોલીસી નો સમય પૂરો થાય ત્યારે પોલિસીના ડબલ એટલે કે 40000 ભરવાના હતા જેમાં દર મહિને રૂપિયા એક હજારનો હપ્તો રાખવામાં આવ્યો હતો અને તેની રસીદો પણ આપવામાં આવતી હતી

જે અંગે રામ નયનને મહિધરપુરા પોલીસ ફરિયાદ કરતા પોલીસે તમામ સંચાલકોની વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી આ તપાસમાં ઘણા લોકો ફસાયા હોવાથી ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી આ કેસમાં ૫૦૦થી વધુ ભોગ બનેલા લોકોના નિવેદન નોંધાયા છે અને અત્યાર સુધી ઠગાઇનો આંક 35 કરોડ સુધી પહોંચ્યો છે.

Tags:    

Similar News