સુરતના 2 મિત્રોએ લક્ઝુરિયસ કારને રામભક્તિના રંગે રંગી અયોધ્યા યાત્રાએ નીકળ્યા..!

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે. દેશભરમાં રામભક્તિનો માહોલ છે.

Update: 2024-01-16 10:11 GMT

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા યોજવા જઈ રહી છે. દેશભરમાં રામભક્તિનો માહોલ છે. આ ભક્તિમાં જોડાવા માટે સુરતથી 2 યુવકો 1 કરોડની જેગુઆર કાર લઈને અયોધ્યા જવા નીકળ્યા છે. આ બંને યુવકો ભગવા રંગે રંગેલી કાર લઈને 1400 કિમીની યાત્રા પર નીકળ્યા છે. કાર પર ભગવાન શ્રી રામની સાથે રામમંદિરની પ્રતિકૃતિ પણ બનાવી છે.

સુરતના ટેક્સટાઈલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની આજે સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે. સુરતથી અયોધ્યાનું 1400 કિમીનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે. રસ્તામાં આવતાં મંદિરો, આશ્રમોમાં ભગવાન શ્રી રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે.

Tags:    

Similar News