મહારાષ્ટ્રના નાંદેરમાં આંબેડકર સમાજના યુવકની હત્યાનો મામલો, સુરતમાં વસતા આંબેડકર સમાજે આપ્યું આવેદન...

Update: 2023-06-16 13:16 GMT

મહારાષ્ટ્રના નાંદેરમાં આંબેડકર સમાજના યુવકની હત્યાનો મામલો

સમાજના યુવકની હત્યાથી સુરતમાં વસતા આંબેડકર સમાજમાં રોષ

હત્યારાઓને કડક સજા થાય તે માટે કલેકટર કચેરીએ કરી રજૂઆત

મહારાષ્ટ્રના નાંદેર જિલ્લાના અક્ષય ભાલેરાવ નામના યુવકની હત્યા મામલે સુરતમાં વસતા આંબેડકર સમાજ દ્વારા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રપતિ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં હત્યારાઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.

થોડા દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાંદેર જિલ્લામાં આવેલ બોડાર હવેલી ગામમાં રહેતા આંબેડકરી કાર્યકર્તા અક્ષય ભાલેરાવની હત્યા કરવામાં આવી હતી. અક્ષયના પરિવારે આક્ષેપ કર્યા છે કે, અક્ષયે ગામમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની રેલી કાઢી હતી, જેને લઈને અન્ય જાતિના લોકોએ અક્ષય ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં અક્ષયનું મૃત્યુ થયું છે. ઘટનાને લઈને મહારાષ્ટ્રમાં પણ રાજકારણ ઘરમાં આવ્યું છે, જ્યારે મહારાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં અક્ષય ભાલેરાવની હત્યાને લઈને આવેદન પત્ર આપી સમાજના લોકોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે સુરતમાં પણ વસતા આંબેડકર સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જેમાં આજે મોટી સંખ્યામાં આંબેડકર સમાજના લોકો સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં મહારાષ્ટ્ર સરકાર વિરોધ નારેબાજી કરી હત્યારાઓને સામે કડકમાં કડક કાર્યવાહીની કરવામાં આવે તેવી માંગ કરી હતી. આઝાદીના 75 વર્ષ બાદ પણ જાતિ ભેદભાવ ક્યાંક સમાપન થવાનું નામ નથી લઇ રહ્યું છે. મહારાષ્ટ્ર જ નહીં પરંતુ અનેક રાજ્યોમાંથી જાતિ ભેદભાવની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હવે મૃતક અક્ષય ભાલેરાવના પરિવારને ન્યાય અપાવવા મહારાષ્ટ્રના નાંદેર પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News