સુરત: લોકસભાના સ્પીકરને પણ કાપડ નગરી લાગે છે પોતાની ,જુઓ શું આપ્યું નિવેદન

લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજરોજ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

Update: 2022-04-17 10:58 GMT

લોકસભાના સ્પીકર ઓમ બિરલા આજરોજ સુરતની મુલાકાતે પહોંચ્યા હતા અને તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.

સુરત લોકસભાના સ્પીકર ઓમ બિરલા સુરતના એક દિવસે મહેમાન બન્યા છે મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો એરપોર્ટ પર લોકસભાના સ્પીકર એમ બિરલાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.તેઓએ સર્કિટ હાઉસ ખાતે સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી અને પત્રકારોને સંબોધિત કરતા જણાવ્યું હતું આજે આવ્યો છું જનતા એ સ્વાગત કર્યું સારું લાગ્યું સુરત દેશ નું એ શહેર છે જે ઔદ્યોગિક અને વ્યાપારિક હબ છે અલગ અલગ સંસ્કૃતિ રાજ્ય ના લોકો અહીં આવે છે. લોકો અહીં મજૂરી કરવા વેપાર કરવા માટે આવે છે આ સુરત બધા ને પોતાનું પોતીકું લાગે છે દરેક લોકો નો અહીં વિકાસ થાય છે. ગુજરાત ના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી એ સુરત ને ઔદ્યોગિક હબ બનાવવા મહત્વ પૂર્ણ યોગદાન આપ્યું છે.

Tags:    

Similar News