સુરત: સ્મીમેર હોસ્પિટલમાં આવતા લોકો પાસેથી ગુટખા અને માવાનો 40 કીલો જથ્થો જપ્ત કરાયો

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરાયો છે.

Update: 2023-02-02 06:42 GMT

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં પાન માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો પ્રયાસ કરાયો છે. સ્મીમેર હોસ્પિટલમાંથી 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યા છે.

Full View

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગુટખા અને પાન બીડીનું દુષણ દુર થાય તે માટે રોજના દસથી પંદર હજાર લોકોને ગેટ પર ચકાસણી કરવામાં આવે છે.સ્મીમેર હોસ્પિhttps://youtu.be/DXTnobb1GO0ટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર માર્સલ તૈનાત કરી લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે માવાની પિચકારીના કારણે ગંદકી દૂર રાખવાનો આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં 40 કિલો બીડી-સિગારેટ અને ગુટખા જપ્ત કરવામાં આવ્યો હતો.સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગોની મુલાકાત દરમિયાન નિયમિત ધોરણે સાફ સફાઈ થતી ન હોય તેમજ જયાં સાફ સફાઈ થતી હોય ત્યાં પાનની પિચકારી, પાન મસાલાના પડીકા વિગેરે જેવો કચરો જોવા મળતા, ખાસ સાફ-સફાઈ ઝુંબેશના ભાગરૂપે હોસ્પિટલના તમામ મુખ્ય ગેટ પર માર્શલ અને સિક્યુરીટી ગાર્ડ મારફત અંદાજીત કુલ ૩,૦૦,૦૦૦ નાગરિકોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું.આ ચેકીંગ દરમ્યાન અંદાજીત કુલ ૪૦ કિ.ગ્રા. જેટલો બીડી, સિગારેટ, પાન મસાલા અને ગુટખાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને જેનો નાશ કરવામાં આવશે

Tags:    

Similar News