સુરત: પાંડેસરાની અમીના ડાઇંગ મિલમાં આગ ભભૂકી, સમયસર કર્મચારીઓ બહાર નીકળી જતા જાનહાનિ નહીં

પાંડેસરા જીઆઇડીસીમાં મોદી રાત્રે દુર્ઘટના બની ડાઇંગ મિલમાં શોર્ટસર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી

Update: 2022-06-05 05:06 GMT

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અમીના ડાઇંગ મિલમાં મોડી રાત્રે શોર્ટસર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી . આગે વિકરાળ સ્વરૂપ લેતા કર્મચારીઓ મિલમાંથી બહાર નીકળી આવતા કોઈ જાનહાનિ થઈ ન હતી.

Full View

સુરત શહેરના પાંડેસરા જીઆઇડીસી ખાતે આવેલી અમીના ડાઇંગ મિલમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પહેલા માળે લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં અફરાતફરી મચી ગઇ હતી. મિલમાં કામ કરતા કર્મચારીઓએ આગ ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કર્મચારીઓ બહાર દોડી ગયા હતા.બનાવની જાણ થતા 6 ફાયર સ્ટેશનની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોડી રાત સુધી ફાયરબ્રિગડના લશ્કરો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

પરંતુ મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો.ચીફ ફાયર ઓફિસર બસંત પરિખે કહ્યું હતું કે, આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં સમય લાગશે આગમાં કોઈ ફસાયું નથી તેમજ કોઈને ઈજા કે જાનહાનિ થઇ નથી.

Tags:    

Similar News